Guj Now

ટામેટાંથી કરોડપતિ બનવાની કહાની! લાખોની આવક, વાંચો ખેડૂતોની સફળતાની ગાથા

 | 
tometo

 

 આ સિઝનમાં ટામેટાનો સારો ભાવ મળતા ખેડૂતો રાજીના રેડ થયા છે દરેક ટામેટાની ખેતી કરનાર ખેડૂત ને આ વખતે સારો ભાવ મળ્યો છે ગયા સિઝનમાં ટામેટાનો ભાવ ન મળતા ખેડૂતો ખૂબ જ નિરાશ થઈ ગયા હતા પણ આ વખતે ટામેટાની ખેતી કરનાર ખેડૂતોને સારો એવો ભાવ મળ્યો છે. આજે આપણે આ લેખમાં એવા જે ખેડૂત જે ટામેટાની ખેતી કરી રહ્યા છે તેમણે આ વખતે લાખોને ઇન્કમ કરી છે આજે આપણે આ લેખમાં વિશેની તમામ માહિતી મેળવિશુ.

પુણે  જીલ્લા ના  લાબલવાડીમાં રહેતા અને ખેડૂત તરીકે કામ કરતા અરવિંદ કાલભોરે મે મહિનામાં લગભગ દોઢ એકર જેટલા મોટા જમીનના ટુકડા પર ટામેટાંનું વાવેતર કર્યું હતું. આ વર્ષે વધારે વરસાદ ન હોવાને કારણે અને ટામેટાં વધુ ન ઉગ્યા હોવાથી બજારમાં ટામેટાંના ભાવ વધી ગયા હતા. જેના કારણે કાલભોરે અત્યાર સુધીમાં 15 લાખ. જેટલી કમાણી કરી હતી તથા સ્વપ્નિલ કાલાભોર નામનો અન્ય એક ખેડૂત પણ ટામેટાં ઉગાડીને કરોડપતિ બન્યો છે. રસપ્રદ વાત એ છે કે છેલ્લાં ચાર-પાંચ વર્ષમાં તેણે ટામેટાં ઉગાડતાં ઘણાં પૈસા ગુમાવ્યા છે. પરંતુ આ વખતે તેણે અત્યાર સુધીમાં 20 લાખ રૂપિયા કમાવ્યા છે.

અરવિંદ કાલભોર અને સ્વપ્નિલ કાલભોર બંનેની ટેકરીના ઢોળાવ પર જમીન છે. આથી ઉનાળામાં આ વિસ્તારમાં પાણી મળતું નથી, પરંતુ સરકારની ખેત યોજનાનો લાભ આ બંનેને મળ્યો છે. તેમની જમીનને ખેતર બનાવવામાં આવ્યું છે. તેમાંથી પાંચ એકર વિસ્તારમાં ટપક સિંચાઈનો ઉપયોગ કરીને સિંચાઈ કરવામાં આવી હતી. આ ખર્ચ આ વર્ષની ટામેટાની આવકમાંથી વસૂલવામાં આવ્યો છે.

ટામેટાંના ભાવમાં વધારો થયા બાદ સરકારે ભાવને અંકુશમાં લેવાનો પ્રયાસ કર્યો છે. હાલમાં નેપાળથી ટામેટાંની આયાત કરવામાં આવી રહી છે. જેના કારણે હવે ટામેટાંના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. 

WhatsApp ગ્રૂપમાં જોડાવો!