Guj Now

CRPF જવાનને કેટલો મળે છે પગાર? કઈ રીતે બનવું CRPF જવાન?, જાણીલો આ છે ફાયદા

 | 
CRPF જવાનને કેટલો મળે છે પગાર

દરેક યુવાન મિત્રો પોતાના જીવનમાં કંઈ કેવી સારી સિદ્ધિ પ્રાપ્ત કરે અને સારા એવા પૈસા અને નામના મેળવે તે માટે મળતા હોય છે અમુક યુવાનોનું ફિક્સ કોલ હોય છે કે તેમને દેશની સેવામાં જવાનું સપનું હોય છે તો એવા મિત્રો માટે આજે આપણે એ કેવી માહિતી લઈને આવ્યા છે જે ભારત સરકારના મંત્રાલય હેઠળ કામ કરે છે આજે આપણે આ લેખમાં આ વિશેની તમામ માહિતી મેળવીશું.

મિત્રો આજે આપણે આ લેખમાં સીઆરપીએફ માં નોકરી કઈ રીતે મેળવવી શું છે એના લાભ કયા કયા બધા મળે છે ત્યારથી આ ખાતું ચાલે છે કોના અંદરમાં ચાલે છે એ વિશે તમામ માહિતી મેળવીશું મિત્રો સીઆરપીએફ નું ફુલ ફોર્મ થાય છે સેન્ટ્રલભ મુજબ પોલીસ ફોર્સ આ ખાતું ભારતીય ગૃહ વિભાગ હેઠળ કામ કરે છે ભારતમાં આ ખાતાનો એક અલગ જ કામ કરવાની રીત હોય છે આ ખાતા ની શરૂઆત 27 જુલાઈ 1939 ના રોજ કરવામાં આવ્યા આવી હતી આઝાદી પછી આ ખાતું કેન્દ્ર લેવલ પર અસ્તિત્વમાં આવ્યું.

અત્યારે યુવાનોમાં સરકારી નોકરી લેવાનો ક્રેઝ ખૂબ જ વધી ગયો છે દરેક મિત્રોનું સરકારી નોકરી લેવાનું એક સપનું હોય છે આજે આપણે સીઆરપીએફ વિભાગની તમામ માહિતી મેળવીશું જેથી જે લોકોને નથી ખબર આ વિશેની તેમના સુધી પણ આ માહિતી પહોંચે મિત્રો સીઆરપીએફમાં પોલીસી વિભાગની જેમ અલગ અલગ કેડર હોય છે જેમ કેકોન્સ્ટેબલ, સબ ઈન્સ્પેક્ટર અને આસિસ્ટન્ટ કમાન્ડન્ટ વગેરે.

CRPFમાં લાભો અને સુવિધાઓ


ઉમેદવારોને તેમના CRPF પગાર સિવાય વિવિધ ભથ્થાં અને લાભો પણ મળે છે. આ લાભો અને ભથ્થાં CRPFના પગારમાં સામેલ છે. વિવિધ અધિકારીઓ માટે CRPF લાભો અને ભથ્થા નીચે આપેલ છે.

 • મોંઘવારી ભથ્થું

 • એક્સ ગ્રેશિયા ભથ્થું

 • લીવ એંકેશમેંટ ફેસેલિટી

 • સિટી કંપન્સેટરી એલાઉન્સ

 • ડિટેચમેન્ટ એલાઉન્સ

 • એચઆરએ ભથ્થું/આવાસની સુવિધા

 • CRPF જવાનોના બાળકો માટે શિક્ષણની સુવિધા

 

CRPF કોન્સ્ટેબલ જોબ પ્રોફાઇલ


CRPF કોન્સ્ટેબલની મુખ્ય ભૂમિકા અને જવાબદારી દેશમાં સામાન્ય ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવી અને સુરક્ષા વ્યવસ્થાનું સંચાલન કરવાની છે.

 • CRPF કોન્સ્ટેબલ જોબ પ્રોફાઇલમાં નીચેની ફરજોનો સમાવેશ થાય છે.

 • હુલ્લડ નિયંત્રણ, ભીડ નિયંત્રણ અને ડાબેરી ઉગ્રવાદને નિયંત્રિત કરવા માટે જવાબદારીઓ.

 • કુદરતી આફતો દરમિયાન બચાવ અને રાહત કાર્ય.

 • ચૂંટણી દરમિયાન ખાસ કરીને અશાંત વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થાનું સંચાલન અને સંકલન.

 • VIP ની સુરક્ષા સુનિશ્ચિત કરો અને પર્યાવરણીય અધોગતિ પર પણ નજર રાખો.

 • સંયુક્ત રાષ્ટ્રના શાંતિ રક્ષા મિશનમાં ભાગ લેવો.

CRPF કોન્સ્ટેબલ પ્રમોશન અને કેરિયર ગ્રોથ

કોન્સ્ટેબલ (ટેક્નિકલ અને ટ્રેડ્સમેન) માટે પસંદ કરાયેલા ઉમેદવારો માટે કારકિર્દી વૃદ્ધિની વિશાળ સંભાવનાઓ છે. CRPF કોન્સ્ટેબલ ટ્રેડ્સમેન અને CRPF કોન્સ્ટેબલ ટેકનિકલ માટે પ્રમોશન અલગ છે. CRPF કોન્સ્ટેબલ ટ્રેડ્સમેન અને ટેકનિકલ માટે પ્રમોશન માટે જરૂરી વર્ષોના અનુભવ સાથે પ્રમોશન મળવા પાત્ર હોય છે જેમાં કોન્સ્ટેબલ થી હેડ કોન્સ્ટેબલ માટે ઓછામાં ઓછા નવ વર્ષની સર્વિસ જરૂરી છે હેડ કોન્સ્ટેબલથી એસ.આઈ માટે ઓછામાં ઓછી પાંચ વર્ષની સર્વિસ અને સબ ઇન્સ્પેક્ટર થી ઇન્સ્પેક્ટર માટે જે તે રેન્કમાં પાંચ વર્ષની સર્વિસ પૂરી કરેલ હોવી જરૂરી છે વધુ માહિતી માટે સીઆરપીએફની ઓફિશિયલ વેબસાઈટ પર ચેક કરવું.

કેટલો પગાર મળશે ?

CRPF કોન્સ્ટેબલ પગાર ધોરણમાં સ્વીકાર્ય ભથ્થાં સાથે પગાર સ્તર-3 માં રૂ. 21,700 – 69,100 નો પગાર મળે છે. નવા ભરતી થયેલા CRPF કોન્સ્ટેબલને દર મહિને રૂ. 25000 થી રૂ. 30,000 સુધીનો ઇન-હેન્ડ પગાર મળે છે. પગાર સરકાર શ્રી ના નિયમો પ્રમાણે પગાર પંચ વધતા પ્લસ-માઇનસ જોવા મળી શકે છે.

મિત્રો સીઆરપીએફના જવાન બનવા માટે ઓછામાં ઓછું કોન્સ્ટેબલ માટે 10 પાસ કરેલું જરૂર છે મિત્રો લાયકાતમાં પદ પ્રમાણે અલગ અલગ લાયકાત નક્કી કરવામાં આવે છે સાથે સાથે તમારે ફિઝિકલી પણ તૈયાર રહેવું પડે છે જેમ કે નિયમ પ્રમાણે દોડ ઊંચાઈ વજન ઉંમર આ બધા જ પરિબળો નોકરી માટે અગત્યના રહે છે માટે અમારી સલાહ છે કે વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ પર વિઝીટ કરવી.

 

WhatsApp ગ્રૂપમાં જોડાવો!