Guj Now

છેલ્લી ઘડીએ ટીમમાં ફેરફાર, જાહેર કરી નવી ટીમ, આ ખેલાડી ટીમની બહાર જાણી લો માહિતી

 | 
india team

છેલ્લી ઘડીએ ટીમમાં ફેરફાર :  ભારતીય  ટીમની જાહે ઘણા સમય પહેલા કરવામાં આવી હતી icc ના નિયમ અનુસાર અમુક સમય પહેલા જ દરેક ટીમે પોતાની ટીમ icc ને સબમીટ કરવાની હતી અને આ ટીમમાં 15 સદસ્યને ટીમ આપવાની હતી ભારતીય ટીમને પહેલેથી જ પોતાના ખેલાડીઓની જાહેરાત કરી દીધી હતી પણ icc દ્વારા ફેરફાર માટે તારીખ 28 સપ્ટેમ્બર નક્કી કરવામાં આવી હતી એટલે કે 28 સપ્ટેમ્બરે દરેક ટીમને પોતાની ટીમ ફાઇનલ સબમિટ કરવાની રહેશે. 

ભારતીય ટીમમાં કંઈ મોટો ફેરફાર જોવા મળ્યો નથી પણ એક ખેલાડી બહાર થયો છે જે અક્ષર પટેલ છે. અક્ષર પટેલ ની . ઓલ રાઉન્ડર  ભૂમિકા માટે ટીમમાં સ્થાન મેળવેલ હતું. અક્ષર પટેલે એશિયા કપમાં પોતાની ટીમમાં જગ્યા બનાવી લીધી હતી પણ મેચ દરમિયાન ઇન્જર્ડ થતાં તેઓ સારવાર હેઠળ હતા. પણ સમયસર તેઓ સ્વસ્થ થઈ શક્યા નહોતા માટે વર્લ્ડ કપની ટીમ માંથી તેમને બાકાત કરવામાં આવ્યા છે વર્લ્ડ કપ ની નવી ટીમ નીચે મુજબ આપેલી છે. 

ભારતીય ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ (વિકેટકીપર), ઈશાન કિશન (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, રવીન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, શાર્દૂલ ઠાકુર, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ અને કુલદીપ યાદવ.

અક્ષર પટેલ ની જગ્યાએ ઓલ રાઉન્ડર ભૂમિકા માટે બોલિંગ અને બેટિંગ કરી શકે તેવા ખિલાડી ની જરૂર હતી તેના ટ્રાયલ માટે ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણી માટે રવિચંદ્રન અશ્વિનની  પસંદગી કરવામાં આવી હતી. અશ્વિન ઘણા સમયથી વન-ડે ક્રિકેટમાંથી બહાર જોવા મળ્યો હતો પણ એક મજબૂત ઓફ સ્પીનર ભૂમિકા માટે અને નીચેના ક્રમના બેટિંગ ઓર્ડર માટે તેઓની પસંદગી કરવામાં આવી હતી તેઓએ ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણીમાં સારું એવું પ્રદર્શન કર્યું હતું બીજી મેચમાં અશ્વિને ત્રણ વિકેટ અને એક કેચ લઈ સારો એવો પ્રભાવ પાડ્યો હતો. તેથી તેઓ વર્લ્ડકપમાં મેળવવામાં સક્ષમ રહ્યા છે. જાડેજા અને અશ્વિન ની જોડી ફરી એકવાર મેદાન પર વિકેટનો વરસાદ લાવી શકે છે. 

ભારતીય ટીમની સાથે સાથે ઓસ્ટ્રેલિયન ટીમમાં પણ ફેરફાર જોવા મળ્યો હતો જેમાં અગર ના સ્થાને લાબુંસેનને પસંદ કરવામાં આવે છે લાભુ સેન ભારત સામેની શ્રેણીમાં સારું એવું પ્રદર્શન કર્યું હતું તેથી સિલેકટરોની નજરમાં આવી ગયો હતો જો કે વર્લ્ડ કપ ભારતમાં રમાવાનો છે તેને ધ્યાનમાં રાખીને ઓસ્ટ્રેલિયન સિલેક્ટ કરો એ લાબુશેનને પસંદ કર્યો છે. 

અન્ય કોઈપણ ટીમોમાં ફેરફાર જોવા મળ્યો નથી આ માહિતી ફક્ત તમને માહિતી મળી રહે તે લખવામાં આવે છે માટે કોઈપણ માહિતી નો ઉપયોગ કરતા પહેલા તેના સત્તાવાર વિભાગ સાથે તેની પુષ્ટિ કરી લેવી.

WhatsApp ગ્રૂપમાં જોડાવો!