Guj Now

7th Pay Commission :મોંઘવારી ભથ્થાને લઈ કેંદ્રીય કર્મચારીઓ માટે મોટા સમાચાર, થઇ સકે છે આટલો વધારો.

 | 
7th Pay Commission

મોંઘવારી ભથ્થાને લઈ કેંદ્રીય કર્મચારીઓ માટે મોટા સમાચાર : કેન્દ્રીય કર્મચારી આ વાતને લઈને ખૂબ જ ચિંતામાં છે કે ધાર્યા પ્રમાણે મોંઘવારી ભથ્થુ મળશે કે નહીં અનુમાન અનુસાર આ વખતે મોંઘવારી ભથ્થામાં કેટલો વધારો થશે એની ચિંતાથી દરેક કેન્દ્રના કર્મચારી વ્યાકુળ છે આજે આપણે આ લેખમાં જાણીશું કેટલા ટકા થઈ શકે છે કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થા માં વધારો તો મિત્રો આલેખ ને સંપૂર્ણ વાંચજો અને તમારા મિત્રો સાથે પણ શેર કરજો.

મોંઘવારી ભથ્થાને લઈ કેંદ્રીય કર્મચારીઓ માટે મોટા સમાચાર 

કેન્દ્રીય કર્મચારીઓની અત્યારે મનની સ્થિતિ ખૂબ વ્યાકુળ જોવા મળે છે કારણ કે સરકાર દ્વારા કઈ સંકેત આપવામાં આવ્યા નથી એ કેટલો મોંઘવારી ભથ્થામાં વધારો કરવામાં આવશે કેન્દ્રીય કર્મચારીઓ આશરે ચાર ટકા જેટલા નો વધારો માનીને અત્યારે ચાલી રહ્યા છે પણ કેન્દ્રીય કર્મચારીઓ માટે માઠા સમાચાર એ છે કે એક રિપોર્ટ અનુસાર જોવા મળ્યું છે કે મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકા જેટલો વધારો થઈ શકે છે આ વધારો સપ્ટેમ્બર મહિનામાં જાહેર થઈ શકે છે.

રિપોર્ટ અનુસાર કેન્દ્ર સરકાર એક કરોડથી વધુ કર્મચારીઓ અને પેન્શનર્સ માટે ડીએ અને મોંઘવારી રાહત દર ને 45% કરવા પર વિચારી રહી છે. જણાવી દઈએ કે કર્મચારીઓ અને પેન્સિલન્સ માટે ડી.એના દરમાં વધારાનો નિર્ણય લેબર મિનિસ્ટ્રીની વિંગ કરે છે. 

મોંઘવારી બધાને કંઈક ને કંઈક રીતે અસર કરતી જોવા મળે છે એવામાં ઓલ ઇન્ડિયા રેલવે મેન ફેડરેશન ના મહાસચિવ શ્રી શિવ ગોપાલ મિશ્રાએ જણાવ્યું હતું કે આ વખતે મોંઘવારી ભથ્થામાં ચાર ટકા નો વધારો થાય એવી કર્મચારીઓ દ્વારા માંગ કરવામાં આવી છે જોકે રિપોર્ટ અનુસાર આ વખતે 42% થી વધીને 45% મોંઘવારી ભથ્થું થાય તેવી આશા જોવા મળે છે.

અત્યારે કેન્દ્રીય કર્મચારીઓ ને ૪૨ ટકા ના દરથી ડીએ મળે છે જો આગામી વધારામાં ત્રણ ટકાનો વધારો થાય તો 45 થઈ જશે આ પહેલા જાન્યુઆરી મહિનામાં કેન્દ્ર સરકાર દ્વારા ડીએમાં ચાર ટકા જેટલો વધારો કરવામાં આવ્યો હતો કેન્દ્રના સરકારી કર્મચારીને વર્ષમાં બે વાર મોંઘવારી  વધારો મળે છે 

 

 

WhatsApp ગ્રૂપમાં જોડાવો!