Guj Now

Asia Cup માં આ ખેલાડી પાકિસ્તાન ની નાની યાદ કરાવશે ? 7 મેચમાં બતાવી દીધો પાવર, બધા કરતાં 4 ડગલાં આગળ

 | 
Asia Cup

Asia Cup માં આ ખેલાડી બનશે પાકિસ્તાનનો કાળ : મિત્રો ક્રિકેટ ચાહકો ખૂબ જ આતુરતાથી એશિયા કપની રાહ જોઈ રહ્યા છે એશિયા કપ 30 ઓગસ્ટ 2023 થી શરૂ થઈ જશે ભારતની પહેલી મેચ 2 સપ્ટેમ્બર 2023 ને શનિવારે પાકિસ્તાન સામુ રમવામાં આવશ ક્રિકેટ ક્રિકેટ રશિયાઓ આ મેચને જોવા માટે ખૂબ જ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે ઇન્ડિયા પાકિસ્તાનની મેચ જોવા માટે લોકો બેહાલ બની રહ્યા છે આજે આપણે આ લેખમાં જાણીશું કે પાકિસ્તાન માટે ભારતનો કયો ખેલાડી કાળ  બની પાકિસ્તાનના બોલરોને રોવડાવશે મિત્રો આવી જાવ નવી માહિતી માટે અમારા whatsapp ગ્રુપમાં જોઈન થવાનું ભૂલશો નહીં.

 અત્યારે જાહેર ટીમમાં રોહિત શર્મા અને  શુભમન ગીલ અને રાહુલનો સમાવેશ કરવામાં આવે છે ત્યારબાદ વિરાટ કોહલી શ્રેયસ કુમાર યાદવ અને તિલક વર્મા જેવા યંગસ્ટરને પણ રાખવામાં આવે છે બોલિંગ માટે જસ્મીત બુમરાહ મહમદ સમી , કુલદીપ યાદવ, સિરાજ અને પ્રસિદ્ધ, અને શાર્દૂલ ને નક્કી કરવામાં આવ્યા છે સાથે સાથે ઈશાન કિશન વિકેટકીપર અને સંજુ સેમસન ને પણ સામેલ કરવામાં આવે છે ઓલરાઉન્ડર તરીકે રવિન્દ્ર જાડેજા અને અક્ષર પટેલને સામેલ કરવામાં આવે છે તથા ટીમના વાઇસ કેપ્ટન હાર્દિક પંડ્યા તો ખરા જ તમને શું લાગે છે કયો ખેલાડી પાકિસ્તાનના બોલરોને મારી મારીને બોલને પથારી ફેરવી નાખશે.

અત્યાર સુધીના રેકોર્ડ જોતાODI એશિયા કપમાં રોહિત શર્મા પાકિસ્તાનનો કાળ સમાન ખેલાડી બનીને ઉભરી આવ્યો છે. હિટમેને આ ટૂર્નામેન્ટમાં પાકિસ્તાનને જોરદાર પરાજય આપ્યો છે. આ અમે નહીં પરંતુ રોહિતના આંકડા કહી રહ્યા છે. રોહિત શર્મા ઓડીઆઈ એશિયા કપમાં પાકિસ્તાન સામે વિરાટ કરતા વધુ ખતરનાક સાબિત થયો છે કેપ્ટન રોહિત શર્માએ પાકિસ્તાન સામે ODI એશિયા કપમાં 7 મેચ રમી હતી. જેમાં હિટમેનના બેટથી 73.40ની એવરેજથી 367 રન થયા છે, તેણે આ સમયગાળા દરમિયાન એક સદી અને 4 અડધી સદીની ઇનિંગ્સ રમી છે. એશિયા કપમાં પાકિસ્તાન સામે સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેનોમાં રોહિત શર્મા ટોપ પર છે

રોહિત શર્મા બાદ બીજું નામ શ્રીલંકાના પૂર્વ દિગ્ગજ કુમાર સંગાકારાનું છે. તેણે પાકિસ્તાન સામે ODI એશિયા કપમાં 6 મેચ રમી અને 306 રન બનાવ્યા. સંગાકારા સિવાય માર્વન અટાપટ્ટુ અને લાહિરુ થિરિમાને 261 અને 210 રન બનાવીને ત્રીજા અને ચોથા સ્થાને છેવિરાટ કોહલીએ રોહિત શર્મા કરતા ઓછી મેચ રમી છે. તેણે પાકિસ્તાન સામે ODI એશિયા કપમાં 3 મેચમાં પોતાનો મિજાજ બતાવ્યો છે. જેમાં વિરાટના બેટથી 206 રન આવ્યા છે. જો કે, પાકિસ્તાન સામે એકંદરે વિરાટના આંકડા પ્રભાવશાળી છે

મિત્રો ને રોહિત શર્મા સારા ફોર્મમાં રહેશે તો પાકિસ્તાનના આસાનીથી લાંબી લાંબી શિક્ષકો મારી મોટો સ્કોર બનાવી શકશે અને એશિયા કપમાં જીતવાથી કોઈ રોકી શકશે નહીં કેપ્ટન રોહિત શર્માએ તાજેતરમાં ડાબા હાથના ફાસ્ટ બોલર સામે ભારે પરસેવો પાડ્યો હતો. આવી સ્થિતિમાં એશિયા કપમાં તેનો મુકાબલો ચોક્કસપણે પાકિસ્તાનના આક્રમક બોલર શાહીન આફ્રિદી સામે થશે. આ સાથે જ વિરાટ કોહલીએ પણ આ વર્ષે સદીનો વરસાદ કર્યો છે. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે આ વખતે બેમાંથી કયો બેટ્સમેન કટ્ટર હરીફ પર તબાહી મચાવશે

એશિયા કપ પહેલા પાકિસ્તાની ટીમ બોલિંગ અને બેટિંગ બંને સાથે ઘાતક દેખાઈ રહી છે. અફઘાનિસ્તાન સામેની વનડે શ્રેણીથી આ વાતની પુષ્ટિ થઈ શકે છે. પાકિસ્તાને વનડે શ્રેણીમાં અફઘાનિસ્તાનને ક્લીન સ્વીપ કર્યું હતું. બીજી તરફ ટીમ ઈન્ડિયાએ પણ મોટી મેચ માટે પોતાની ફુલ તૈયારી કરી રહી છે.

WhatsApp ગ્રૂપમાં જોડાવો!