Guj Now

IPO Tricks: નથી લાગતો IPO,આ રહિ ટીપ્સ અજમાવી જુઓ

 | 
ipo tips 2024

IPO Tricks : મિત્રો અત્યારે દરેક દરેક જણ એક્સ્ટ્રા ઇન્કમ માટે કંઈક ને કંઈક જુગાર કરતા હોય છે એવો જ એક જબરદસ્ત એક્સ્ટ્રા ઇન્કમ માટે મહત્વનું સોર્સ એ શેર બજાર છે. શેર માર્કેટ દ્વારા ઓછા સમયમાં સારા એવા નાણા મેળવી શકાય છે પણ બજારમાં ધ્યાનમાં રાખી અને શેરની ખરીદી વેચાણ કરી તમે સારા એવા પૈસાની કમાણી કરી શકો છો . એમાંનો જ એક સ્ત્રોત વિશે આપણે વાત કરવાના છીએ આજે આ લેખમાં જે છે આઇપીઓ આઇપીઓ ઘણા બધા મિત્રો ભરતા હોય છે પણ તેમને કંપની દ્વારા શેર મળતા નથી અને તે લોકો સારા એવા પૈસાની કમાણી કરી શકતા નથી કારણ કે આઇપીઓ માં એક જ દિવસમાં ઘણો બધો ફાયદો જોવા મળે છે આજે આપણે આ લેખમાં જાણીશું કે આઇપીઓ કઈ રીતે ભરવો જેથી કરીને તમને કંપની દ્વારા શેર અલોટમેન્ટ જલ્દીથી મળી જાય આજે આપણે આ લેખમાં ipo ટ્રીક વિશે ડિટેલમાં માહિતી મેળવીશું.

IPO Tricks

મિત્રો જ્યારે કંપની નવી સારી થતી હોય છે ત્યારે કંપની જાહેર જનતા પાસે નાણાની માંગણી કરતી હોય છે આ નાણાંની માંગણી આઈપીઓ સ્વરૂપે બજારમાં બહાર પાડવામાં આવે છે કંપનીના ફંડ પ્રમાણે આઇપીઓની કિંમત બહાર પાડવામાં આવતી હોય છે આઇપીઓ કંપની દ્વારા એક પ્લોટ માં આપવામાં આવે છે એટલે કે 30 શેર કે પછી 18 શેર કંપનીની પોલીસી પ્રમાણે પ્લોટ નક્કી કરવામાં આવે છે અને જાહેર જનતા સામે રજૂ કરવામાં આવે છે આઇપીઓ ભરવા માટે અમુક લીમીટ કંપની દ્વારા નક્કી કરવામાં આવી છે જેથી જ કરી દરેક વ્યક્તિ તેમાં ભાગીદાર બની શકે આઇપીઓ કંપનીના ઇક્વિટી શેર માટે બહાર પાડવામાં આવતો હોય છે.

આઇપીઓની ફાળવણી આવેલ ના ફંડ આધારે કરવામાં આવે છે જો ફંડ મંગાવેલ ફંડ કરતાં વધુ આવી જાય તો કોમ્પ્યુટર દ્વારા ડ્રો કરી જે લોકોના નામ આવે છે તે લોકોને આઇપીઓની ફાળવણી કરવામાં આવે છે અને જો ફંડ ઓછું આવે તો જે પણ લોકોએ આઇપીઓ ભર્યા હોય તેમને એક લોટનું અલોટમેન્ટ આપવામાં આવે છે.

કોઈપણ આઇપીઓ  ભરતા પહેલા અમુક ચોક્કસ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ જેથી તમને આઇપીઓ લાગવાની શક્યતાઓ વધી જાય છે અમુક મૂળભૂત બાબતો ધ્યાનમાં રાખીને જો આઇપીઓ ભરીએ તો તમને આસાનીથી આઇપીઓ લાગવાની શક્યતાઓ બની રહે છે આજે તમને અમુક એવી ટિપ્સ જણાવી રહ્યા છીએ જે નો ઉપયોગ અનુભવી રોકાણકારો કરતા હોય છે

  • કંપનીના IPO માટે નિર્ધારિત કરવામા આવેલ પ્રાઇસ બેન્ડના અપર પાઇઝ બેન્ડ પર એપ્લાય કરો. આનાથી IPO એલોટમેન્ટ મળવાની શક્યતાઓ વધી જાય છે. ધારો કે IPOની પ્રાઇસ બેન્ડ રૂ. 95-100 છે. હવે જે રોકાણકારો 100 રૂપિયાના અપર પ્રાઇસ બેન્ડ પર IPO બિડ કરે છે તેઓને શેરની ફાળવણીની તકો વધી જતી હોય છે.
  • આઇપીઓ મેળવવા માટે એક જ એકાઉન્ટમાં વધુ બીડ ના કરતા અલગ અલગ એકાઉન્ટ દ્વારા એપ્લિકેશન કરવી જોઈએ તમને કોઈપણ એક એકાઉન્ટમાં અલોટમેન્ટ મળવાની શક્યતાઓ વધી જાય છે.
  • SEBI નાનિયમો અનુસાર, રૂ. 2 લાખથી ઓછી કિંમતની રિટેલ એપ્લિકેશન પરની તમામ અરજીઓને એકસરખી ગણવામાં આવે છે. આવી પરિસ્થિતિમાં, ઓવરસબ્સ્ક્રાઇબ થવાની શક્યતા વધુ હોય તેવા IPOમાં મોટી બિડ લગાવવાને બદલે, અલગ અલગ એકાઉન્ટ્સ દ્વારા લઘુત્તમ બિડ મૂકવી જોઈએ.
  • કોઇ પણ IPO માટે એપ્લાય કરવા માટે બીનજરૂરી ઉતાવળ કરવી ન જોઇએ. રોકાણકારે રકમ, નામ, ડીપી આઈડી, બેંક વિગતો જેવી ડીટેઇલ યોગ્ય રીતે ભરવી જોઈએ. આમ કરવાથી, ટેકનીકલી તમારી અરજી રીજેકટ થવાનુ જોખમ નિવારી શકાય છે. આમ અરજી યોગ્ય હશે તો શેર મળવાની શક્યતાઓ વધી જાય છે.
  • તમારા ડીમેટ ખાતામાં જે કંપનીનો IPO હોય તેની પેરેન્ટ કંપનીનો ઓછામાં ઓછો એક શેર રાખવાથી રોકાણકાર શેરહોલ્ડર કેટેગરી મા અરજી કરવા માટે હકદાર બને છે. જો કે, આ ફક્ત ત્યારે જ લાગુ થશે જ્યાં IPO લાવનાર કંપનીની પેરેન્ટ અથવા હોલ્ડિંગ કંપની પહેલેથી જ માર્કેટમાં લિસ્ટેડ થયેલી હોય. જો તે કંપનીએ તેના શેરધારકો માટે IPOમાં થોડો હિસ્સો અનામત રાખેલ હોય, તો શક્યતાઓ વધી જાય છે. ટાટા ટેક આઈપીઓની જેમ, અમુક ભાગ ટાટા મોટર્સના શેરધારકો માટે આરક્ષિત રાખવામા આવ્યા હતા.
  • કોઇપણ IPO માટે અરજી કરતા પહેલા તેનો GPM, કંંપનીના ફંડામેન્ટલ જેવી બાબતો અચૂક ચેક કરી લેવી જોઇએ. ત્યારબાદ જ તે IPO માટે અરજી કરવી જોઇએ.

મિત્રો ઉપરની તમામ માહિતી તમને ફક્ત માહિતી મળી રહે તે હેતુથી લખવામાં આવી છે માટે ઉપરની માહિતી માટે અમારી કોઈ પણ જવાબદારી લેતા નથી. કોઈ પણ કંપનીમાં ઇન્વેસ્ટ કરતાં પહેલાં તમારા લીગલ એડવાઈઝરની સલાહ એકવાર જરૂરથી લેવા અમારી નમ્ર વિનંતી છે.

WhatsApp ગ્રૂપમાં જોડાવો!