Guj Now

IND VS PAK : ફરી એકવાર હરાવવાની મોકો,આ તારીખે સુપર-4 મુકાબલો 3.00 વાગે શરૂ થસે મેચ

 | 
india vs pakistan

IND VS PAK : ફરી એકવાર હરાવવાની તક : અત્યારે ચાલી રહેલા એશિયા કપ ટુર્નામેન્ટમાં ભારતમાં પ્રવેશ કરી ચૂક્યું છે ભારતે નેપાળને 10 વિકેટ હરાવી સુપર ફોર મુકાબલામાં પોતાનો દબદબો  બતાવ્યા છે.નેપાળ સામેની મેચમાં વરસાદના વિઘ્ન નડ્યા બાદ સામાન્ય સ્કોર મળતા ભારતે ઓપનિંગ જોડી વડે મેચને પોતાના નામે કરી હતી હવે ફરી એકવાર સુપર ફોર ના મુકાબલામાં પાકિસ્તાન સામે ટક્કર થશે જો ફરી એકવાર વરસાદ ન નડે તો ભારત પાકિસ્તાનને ફરી એકવાર હરાવશે.

હવે ફરીથી ભારત અને પાકિસ્તાન વચ્ચે ટક્કર થશે કારણ કે બંને ટીમો સુપર 4માં પહોંચી ગઇ છે. આ મેચ અંતિમ રાઉન્ડ સુપર 4માં 10 સપ્ટેમ્બરે ભારત પાકિસ્તાન વચ્ચે રમાશે. આ મેચમાં ક્રિકેટ ફેન્સને બે કટ્ટર પ્રતિસ્પર્ધી વચ્ચે ફરીથી એ સ્તરની હરીફાઈ જોવા મળી શકે છે. આ મેચ પણ બપોરે 3 વાગ્યે જ શરૂ થશે. જેમાં હાઇ ટેન્શન મુકાબલો જોવા મળશે.

ભારતીય ક્રિકેટ ટીમના  ઓલરાઉન્ડર  ક્રિકેટર રવિન્દ્ર જાડેજાએ એશિયા કપ 2023ની પાંચમી અને ભારતની બીજી મેચમાં નેપાળ સામે મોટી સિદ્ધિ નોંધાવી હતી. આ મેચમાં તેણે 10 ઓવરના ક્વોટામાં 40 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. જ્યારે ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજે 9.2 ઓવરમાં 61 રન આપીને 3 વિકેટ આપી હતી, ત્યારે જાડેજા તેની સરખામણીમાં ઈકોનોમીની રીતે સસ્તો રહ્યો હતો. જાડેજા એ  નેપાળના કેપ્ટન રોહિત પૌડેલની સાથે ભીમ શાર્કી અને કુશલ મલ્લને પેવેલિયનમાં મોકલ્યા હતા.

ભારત અને પાકિસ્તાનની મેચ R. Premadasa International Cricket Stadium ક્રિકેટ ગ્રાઉન્ડમાં જોવા મળશે ગ્રાઉન્ડમાં બેટરોને રન કરવા ખૂબ જ મુશ્કેલ પડશે અને  બોલિંગમાં ઘણો ફાયદો જોવા મળશે પણ ફાસ્ટ બોલરોને રન પણ પડી શકે છે બેટ્સમેન સેટ થઈ જશે તો ફાસ્ટ બોલરોને વધારે રન પડી શકે છે. આ ગ્રાઉન્ડ પર અત્યાર સુધી 155 મેચ થઈ ચૂકી છે.  આ ગ્રાઉન્ડ કેપ્ટન ટોસ જીતનાર 50% મેચો જીતેલ છે ટોસ ખૂબ જ મહત્વનો રહેશે.

INDIA PLAYING XI :

 પાકિસ્તાન સામે રોહિત શર્મા ઇલેવન માં ચેન્જીસ પણ કરી શકે છે. ભારતની સંભવિત ઇલેવન ટીમ નીચે પ્રમાણે છે

રોહિત શર્મા, શુભ મન ગિલ, વિરાટ કોહલી, ઐયર, હાર્દિક પંડ્યા કે એલ રાહુલ, રવિન્દ્ર જાડેજા , મોહમ્મદ સિરાજ, શાર્દુલ , બુમરાહ , કુલદીપ યાદવ

પ્રથમ બે મેચો માટે રાહુલ અવેલેબલ નો હતો જે આવી જશે તો ટીમમાં કે રાઉન્ડની ચાન્સ મળી શકે છે તથા બુમરા પણ પાછો ટીમમાં ફરે તેવી આશા છે. બીજા કોઈ બદલાવ ના અણસાર દેખાતા નથી ઈશાન કિશનને પણ પાકિસ્તાન સામે ડ્રોપ કરી શકે છે

WhatsApp ગ્રૂપમાં જોડાવો!