Guj Now

GPSSB: જુનિયર ક્લાર્ક અને તલાટીની પરીક્ષાનું પરિણામ જાહેર, જુઓ ફાઇનલ સિલેકશન લિસ્ટ

 | 
GPSSB talati And Junior clerk Selection list 2023

જુનિયર ક્લાર્ક અને તલાટીની પરીક્ષાનું પરિણામ જાહેર :

 છેલ્લા કેટલાય સમયથી તલાટી અને ઉમેદવારો પરીક્ષા ના રિઝલ્ટ માટે રાહ જોઈને બેઠા છે ગુજરાત પંચાયત સેવા પસંદગીના બોર્ડના ચેરમેન શ્રી હસમુખ પટેલ સાહેબે જાહેરાત કરી છે કે તલાટીની 3437 જગ્યા અને જુનિયર ક્લાર્કની 1181 જગ્યા માટેની ઉમેદવારોનું ફાઇનલ સિલેક્શન લિસ્ટ બહાર પાડવામાં આવ્યું છે આજે આપણે આ લેખમાં આ લિસ્ટને કઈ રીતે મેળવવું એ વિશેની તમામ માહિતી મેળવીશું તો મિત્રો આ લેખને સંપૂર્ણ વાંચો અને તમારા મિત્રો સાથે પણ શેર કરો

 

જુનિયર ક્લાર્ક અને તલાટીની પરીક્ષાનું પરિણામ જાહેર :

ગુજરાતના ઘણા બધા ઉમેદવારોએ આ પરીક્ષા આપી હતી આ પરીક્ષા  9 એપ્રિલના રોજ જુનિયર ક્લાર્ક અને 7 મેના રોજ તલાટીની પરીક્ષા લેવામાં આવી હતી. પરીક્ષામાં આશરે નવલાખથી વધુ વિદ્યાર્થી મિત્રોએ ભાગ લીધો હતો તે લોકો પોતાના રિઝલ્ટ અથવા તો સિલેકશન લીસ્ટ જોવાની રાહ જોઈ રહ્યા છે . આજના લેખમાં આપણે જીપીએસએસપી દ્વારા જાહેર કરેલ તલાટી કમ મંત્રી અને જુનિયર ક્લાર્ક નું સિલેક્શન લિસ્ટ પીડીએફ સ્વરૂપમાં મૂકવામાં આવેલ છે . 

હસમુખ પટેલે ટ્વીટ કરી આપી માહિતી

પંચાયત સેવા પસંદગી બોર્ડના ચેરમેન હસમુખ પટેલે આ જાહેરાત કરી છે. તેમણે લખ્યું કે, 3487 તલાટી અને 1181 જુનિયર ક્લાર્ક માટેનું ફાઈનલ સિલેક્શન લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે, 9 એપ્રિલના રોજ યોજાયેલી જુનિયર ક્લાર્ક અને 7 મેના રોજ લેવામાં આવેલી તલાટી કમ મંત્રીનું પરિણામ 16 જૂને જાહેર કરાયું હતું. આ ઉપરાંત પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા એક સાથે પરિણામ જાહેર કર્યું હતું. આ સાથે જ ડોક્યુમેન્ટ વેરિફિકેશનની એક યાદી પણ જાહેર કરવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે, તલાટીની પરીક્ષા પૂરી થતાં જ પંચાયત સેવા પસંદગી મંડળના ઇન્ચાર્જ અધ્યક્ષ હસમુખ પટેલે જણાવ્યું હતું કે, જૂન મહિનામાં તલાટી મંત્રીની પરીક્ષાનું રિઝલ્ટ આપવાની અમારી નેમ હતી. જે તેમણે આજે સાચી સાબિત થઈ.

 

ક્લાર્કની પરીક્ષાનું પરિણામ જાણવા માટે અહીં ક્લિક કરો
તલાટીની પરીક્ષાનું પરિણામ જાણવા માટે અહીં ક્લિક કરો

 

WhatsApp ગ્રૂપમાં જોડાવો!