Guj Now

WOLRD CUP 2023, THE FINAL IND vs AUS જાણી લો શું રહેશે સંભવિત ટીમ ?

 | 
THE FINAL IND vs AUS

WOLRD CUP 2023, THE FINAL જાણી લો શું રહેશે સંભવિત ટીમ : મિત્રો અત્યારે ક્રિકેટિંગ ફ્રેન્ડ્સ ખૂબ જ ઉલ્લાસમાં જોવા મળી રહ્યા છે કારણ કે કાલે ભારત અને ઓસ્ટ્રેલિયા સામે મહાન મુકાબલા ફાઇનલમાં મળવાના છે ઓસ્ટ્રેલિયા ટીમ સાઉથ આફ્રિકા ને હરાવીને ફાઇનલમાં સીટ મેળવી છે જ્યારે ભારતે ન્યૂઝીલેન્ડ જેવી મોટી ટીમને હરાવી ફાઇનલમાં જગ્યા બનાવી છે આજે આપણે આ લેખમાં જાણીશું કે ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચેની મેચમાં બંને ટીમોની કઈ 11 ખેલાડીઓની ટીમ મેદાન પર જોવા મળી શકે છે. 

મિત્રો અત્યારે ભારતની ટીમ ખૂબ જ ફોર્મમાં જોવા મળી રહી છે રોહિત શર્મા માટે આ મેચ માં કઈ 11 ખેલાડી ની ટીમ ઉતારવી તે વિશે જબરજસ્ત મોજમાં રહેશે કારણકે દરેક ખેલાડી પોતાના અલગ જ ફોર્મમાં જોવા મળી રહ્યો છે પણ પીચ ને જોતા રોહિત શર્મા કંઈક નવું કરી શકે છે રોહિત શર્માએ અત્યાર સુધીની મેચમાં મોટા નહીં બદલાવ કર્યા નથી હાર્દિક પંડ્યાના બહાર ગયા પછી એક જ ઇલેવન સતત ચારથી પાંચ મેચો રમતી આવી રહી છે દરેક ખેલાડીઓનો કોમ્બો સેટ થઈ ગયો છે રોહિત શર્મા એક પણ ચેન્જીસ વગર પણ જે સેમી ફાઇનલમાં ટીમ રમી હતી એ જ ટીમને મેદાન પર ઉતારી શકે છે.

મિત્રો પીચ પર પ્રેક્ટિસ દરમિયાન જો ટન જોવા મળશે તો સ્પીનરને સારી એવી મદદ મળી શકે છે જો ટન જોવા મળે તો ઘણી મેચોથી બહાર બેઠેલા અશ્વિનને ચાન્સ મળી શકે છે ભારત માટેની 11 ખેલાડીઓની ટીમ નીચે પ્રમાણે હોઈ શકે છે અત્યારે હાલ જોવા જઈએ તો કોઈ પણ ખેલાડીને બહાર કાઢવો એ બહુ મોટો ડિસિઝન ગણાવી શકાય કારણ કે દરેક ખેલાડી સારા એવા ફોર્મથી પસાર થઈ રહ્યા છે.

ભારતની પ્લેઇંગ ઇલેવન :

રોહિત શર્મા, ગીલ, વિરાટ કોહલી, ઐયર, કે એલ રાહુલ, સૂર્ય કુમાર/ અશ્વિન, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, મોહમ્મદ સામી, અને બુમરાહ 

ઉપરની ટીમને જોતા કંઈ મોટા એવા બદલાવ જોવા મળી રહ્યા નથી પણ પીઠ પર સ્પીનરને મદદ મળે તો સૂર્યકુમાર યાદવ ની જગ્યાએ કે પછી ભારત ત્રણ સ્પીનર સાથે મેદાન પણ ઉતરી શકે છે સામે કયો ખેલાડી બહાર થશે એ જોવાનું રહેશે કારણ કે ત્રણેય ફાસ્ટ બોલર ની જોડી જબરજસ્ત ફોર્મમાં ચાલી રહી છે અને કુલદીપ અને જાડેજા ની તો વાત જ થાય એમ નથી. 

ઓસ્ટ્રેલિયા ની ટીમ ની વાત કરીએ તો ઓસ્ટ્રેલિયન ટીમ સખત ફોર્મમાં ચાલી રહી છે અત્યારે તે દક્ષિણ આફ્રિકાને જબરજસ્ત રીતે હરાવી ફાઇનલમાં પહોંચી છે ઓસ્ટ્રેલિયાની ટીમ એક સમય એવું લાગતું હતું કે આ ટીમ ફાઇનલ સુધી પણ પહોંચવામાં નિષ્ફળ રહેશે પણ જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ ઓસ્ટ્રેલિયાની ટીમમાં જીતનો ચસ્કો લાગતો ગયો અને જબરજસ્ત પર્ફોમન્સથી સેમી ફાઈનલ સુધી પહોંચવામાં સફળ રહી છે ઓસ્ટ્રેલિયન ટીમમાં લોકો મોટો બદલાવ થઈ શકે એમ છે તો મેક્સવેલ કદાચ ઇન્જરી કારણે બહાર થઈ શકે છે. બાકીની ટીમમાં કોઈ મોટો ફેરફાર જોવા મળી રહ્યો નથી મેક્સવેલ ની જગ્યાએ બીજા બેટ્સમેનને જગ્યા મળી શકે છે મેક્સવેલે અફઘાનિસ્તાન સામે જબરજસ્ત રમત રમી ઓસ્ટ્રેલિયાને ફાઇનલ સુધી પહોંચાડી હતી મેક્સવેલ ઓસ્ટ્રેલિયન ટીમ માટે એક મજબૂત પાસો તરીકે જોવા મળી રહ્યો છે. અત્યારે મેક્સવેલ તેના ટોપ ગેરમાં ચાલી રહ્યો છે ભારતને  તેની વિકેટ જલ્દી લેવી પડશે નહીં તો ભારત માટે તે ખતરો સાબિત થઈ શકે છે. ઓસ્ટ્રેલિયન ટીમ નીચે પ્રમાણેના 11 ખેલાડીઓ સાથે મેદાનમાં ઉતરી શકે છે. 

હેડ, ડેવિડ વોર્નર, સ્મિત, લાભુ સેન, મીચલ , જોસ ઇંગલિશ, કમિંગ્સ, હેઝલવુડ, સ્ટાર્ક મેક્સવેલ, એડમ જંપા 

મિત્રો ઉપર આપેલ તમામ માહિતી ફક્ત તમને માહિતી મળી રહેતી હેતુથી લખવામાં આવ્યું છે માટે અમો ઉપર લખેલું કોઈપણ માહિતી માટે કોઈપણ પ્રકારની જવાબદારી લેતા નથી માટે માહિતીનો ઉપયોગ કરતા પહેલા એક વાર સત્તાવાર વેબસાઈટ સાથે વિભાગ સાથે ચેક કરી લેવા વિનંતી છે. 

 

WhatsApp ગ્રૂપમાં જોડાવો!