Guj Now

નિવૃત્તિ બાદ પેન્શનની ચિંતા નહિ , LICની આ સ્કીમમાં કરો રોકાણ, દર મહિને થશે આવક

 | 
Lic Schme

લોકો 40 થી 50 વર્ષની આસપાસ પહોંચી જાય છેત્યારે દરેક લોકો   વૃદ્ધ થવાની ચિંતા કરવાનું શરૂ કરે છે. આ ખાસ કરીને તે લોકો માટે અઘરું હોઈ શકે છે જેમની પાસે આવક ના સ્ત્રોત ઓછા હોય છે તમે કામ કરવાનું બંધ કરી દો તે પછી નિયમિત આવક વિના જીવવું મુશ્કેલ છે, તેથી નોકરી ધરાવનાર દરેક વ્યક્તિ માટે શક્ય તેટલી વહેલી તકે નિવૃત્તિનું આયોજન શરૂ કરવું એ સારો વિચાર છે. માટે આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ વૃદ્ધાવસ્થા માટે પરફેક્ટ પ્લાનિંગ વાળી એક lic ની નવી પોલીસ જેનું નામ છે નવી જીવન શાંતિ યોજના તો મિત્રો આજે આપણે આ લેખમાં આ પોલીસી વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું અને જાણીશું કે શું લાભ છે આ પોલીસી લેવાના.

આ પ્લાનની ખાસ વાત એ છે કે તમારે માત્ર એક જ વાર તેમાં પૈસા મૂકવાની જરૂર છે, અને પછી તમે નિવૃત્ત થયા પછી તમારા બાકીના જીવન માટે પેન્શન મેળવશો – જે નિયમિત ચુકવણી જેવું છે. આ વિશેષ યોજનાને "નવી જીવન શાંતિ યોજના" કહેવામાં આવે છે અને તેને 858 નંબર આપવામાં આવ્યો છે. ચાલો એક નજર કરીએ કે આ યોજના શું ઓફર કરે છે અને તમારે તેના વિશે શું જાણવાની જરૂર છે.

કોઈ કારણસર નોકરીમાં અકાળ નિવૃત્તિ લેવી પડે છે, આ સ્થિતિમાં આવકનો સ્ત્રોત સમાપ્ત થઈ જાય છે. આ પ્રકારની સમસ્યાને ધ્યાનમાં રાખીને LICની નવી જીવન શાંતિ યોજના તૈયાર કરવામાં આવી છે. આ એક  વાર્ષિકી યોજના છે, જેને લેતા સમયે તમે પેન્શનની રકમ નક્કી કરી શકો છો. ઓછામાં ઓછા એક વર્ષના નિયમિત અંતરાલ પછી, તમને દર મહિને પેન્શન મળવાનું શરૂ થાય છે. પોલીસી ખરીદતી વખતે તમે નક્કી કરી શકો છો કે પેન્શન તમારે ક્યારે જોઈએ છે.

LIC ન્યૂ જીવન શાંતિ પ્લાનની મુખ્ય લાભ :

  • આ એક સિંગલ પ્રીમિયમ પ્લાન છે એટલે કે તમારે માત્ર એકવાર રોકાણ કરવું પડશે.

  • ડેફર્ડ એન્યુટી પ્લાન (રોકાણ કર્યા બાદ 1થી 12 વર્ષના સમય બાદ પેન્શન મેળવવાનો વિકલ્પ)

  • પેન્શનની રકમ વાર્ષિક, અર્ધવાર્ષિક, ક્વાર્ટર અને મહિને મેળવવાનો વિકલ્પ

  • 10 લાખના રોકાણ પર 11000 રૂપિયાથી વધુનું માસિક પેન્શન મળે છે.

  •  આ પ્લાનમાં 6.81થી 14.62 ટકા સુધી વ્યાજ

  •  સિંગલ લાઇફ અને જોઈન્ટ લાઇફ બંનેમાં પેન્શન મેળવવાની સુવિધા

લઘુત્તમ અને મહત્તમ ઉંમર :

 આ પ્લાન ની અંદર પ્રવેશ માટે લઘુત્તમ ઉંમર 30 વર્ષ અને મહત્તમ ઉંમર 79 વર્ષ નક્કી કરવામાં આવી છે આ પ્લાનની ખાસ વાત એ છે કે પોલિસી ધારક ગમે ત્યારે સરેન્ડર કરી શકે છે આ રોકાવા માટે કોઈ મહત્તમ મર્યાદા નથી તમે પોતાની આવક પ્રમાણે રોકાણ કરી શકો છો જો આ સમયગાળા દરમિયાન પોલિસી ભારતનું મૃત્યુ થાય છે તો ખાતામાં જમા કરાયો નાણાં સાથે નિયમ અનુસાર વધારાની રકમ પણ તેના નોમિને આપવામાં આવે છે પણ આ પ્લાનમાં કોઈ જોખમ કવર થતું નથી જેનું  પોલીસી ધારકોએ ખાસ ધ્યાનમાં લેવું

જણાવેલ માહિતી એક વાર નજીકના એલઆઇસી ઓફિસ કે નજીકના lic એજન્ટ સાથે પુષ્ટિ કરી લેવી ત્યારબાદ જ કોઈ નિર્ણય પર જવું

WhatsApp ગ્રૂપમાં જોડાવો!