Guj Now

એરપોર્ટ વિભાગમાં આવી ભરતી, નોકરી મેળવવાની સુવર્ણ તક, પગાર ₹ 34,000 સુધી

 | 
Airport Vibhag Bharti 2023

એરપોર્ટ વિભાગમાં આવી ભરતી : તાજેતરમાં ભરતી ની જાહેરાત કરવામાં આવી છે ભરતી એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા બહાર પાડવામાં આવે છે ભરતીમાં લગભગ ૯૦૫ જેટલી જગ્યાઓ માટે મંગાવવામાં આવી છે આજે આપણે આ ભરતી વિશેની તમામ માહિતી મેળવીશું જેવી કે ઉંમર મર્યાદા લાયકાત અરજી કરવાની રીત વગેરે તો મિત્રો તમે પણ જો નોકરી ની શોધમાં હોય તો આ લેખને સંપૂર્ણ વાંચજો તમારા મિત્રો સાથે પણ શેર કરજો. 

મહત્વની તારીખો 

આ ભરતી માટે ફોર્મ ભરવાની શરૂઆત ની તારીખ 17 નવેમ્બર 2023 છે આ ભરતી માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે આઠ ડિસેમ્બર 2023 , ફોર્મ ભરવા માટે તમે ઓફિસિયલ વેબસાઈટ વિઝીટ કરી નોટિફિકેશન વાંચી ત્યારબાદ ફોર્મ ભરી શકો છો

લાયકાત:

એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાની આ ભરતીમાં અરજી કરવા માટે શેક્ષણિક લાયકાત કોઈપણ સ્નાતક એટલે કે ગ્રેજ્યુએટ રાખવામાં આવી છે. આ અંગેની વધુ માહિતી માટે ઉમેદવારોને મારું સૂચન છે કે નીચે આપેલ જાહેરાત શાંતિથી અને સમજીને વાંચ્યા બાદ જ અરજી કરવી. 

ઉંમર મર્યાદા :

મિત્રો આ ભરતી માટે ઓછામાં ઓછી ઉંમર મર્યાદા 18 વર્ષ નક્કી કરવામાં આવી છે અને વધુમાં વધુ ઉંમર મર્યાદા 27 વર્ષથી નક્કી કરવામાં આવ્યું છે આ બહારના ઉમેદવ માટે યોગ્ય ગણાશે નહીં જેને ઉમેદવારે ખાસ નોંધ લેવી. સરકારના નિયમ અનુસાર કેટેગરી અનુસાર ઉંમરમાં છૂટછાટ મળી શકે છે. વધુ માહિતી માટે નીચે આપેલ જાહેરાત વાંચવા વિનંતી છે. 

પસંદગી પ્રક્રિયા:

આ ભરતીમાં અરજી કર્યા બાદ ઉમેદવારના નેત સમય ઇન્ટરવ્યૂ નક્કી કરવામાં આવશે ઉમેદવારને પસંદગી ત્રણ વર્ષનો કોન્ટેક્ટ પર કરવામાં આવશે સંસ્થા છે તો ઉમેદવારના પસંદગી મેરીટ અનુભવ કે સ્કીલ ટેસ્ટ પણ લઈ શકે છે આ ઉપરાંત લેખિત પરીક્ષા પણ લેવામાં આવી શકે છે આ અંગેનો તમામ નિર્ણય સત્તાવાર વિભાગનો રહેશે માટે પસંદગી પ્રક્રિયા માટેની વધુ માહિતી માટે નીચે આપેલ જાહેરાતમાં સંપૂર્ણ વિગત વાંચો. 

અરજી ફી:

ઉમેદવારો માટે વ્યવસ્થા ના ખર્ચ રૂપે અમુક અરજી ફી નક્કી કરવામાં આવી છે જેમાં જનરલ અને ઓબીસીના કેટેગરી ના ઉમેદવારોએ રૂપિયા 750 ભરવાના રહેશે જ્યારે અન્ય તમામ કેટેગરીના ઉમેદવારોએ ₹100 અરજી પેટે ભરવાના રહેશે અરજી કરવાની છેલ્લી તારીખ 8 ડિસેમ્બર 2023  છે. તો અરજી કરે તરત જ અરજી ફી પણ ભરી દેવા ઉમેદવારોને વિનંતી છે જેથી તમારી અરજી રદ ના થાય. 

અરજી કઈ રીતે કરવી?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે એરપોર્ટ વિભાગની સત્તાવાર વેબસાઈટ https://aaiclas.aero/ વિઝીટ કરો.
  • અહીં તમને “Career” સેક્શન જોવા મળશે તેના પર ક્લિક કરો.
  • હવે પોસ્ટની સામે આપેલ “Apply Now” ના બટન પર ક્લિક કરો.
  • હવે તમારી સંપૂર્ણ વિગતો ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે અરજી ફી ની ઓનલાઇન માધ્યમથી ચુકવણી કરો તથા ફોર્મ ફાઇનલ સબમિટ કરો.
  • આ રીતે તમારું ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે.

નોંધ: મિત્રો, અરજી કરતા પહેલા ભરતીની તમામ માહિતી સંસ્થાની સત્તાવાર વેબસાઈટ પર જઈ જાણી લેવા વિનંતી. અમારો એકમાત્ર ઉદેશ્ય આપ સુધી માહિતી પહોંચાડવાનો છે. આ ભરતીની માહિતીમાં કોઈ ફેરફાર પણ હોઈ શકે છે.

મહત્વની કડીઓ :

WhatsApp ગ્રૂપમાં જોડાવો!