Guj Now

કડી નગરપાલિકા ભરતી 2023-24, એપ્રેન્ટીસ માટે વિવિધ જગ્યા , જાણી લો તમામ માહિતી અહીંથી

 | 
કડી નગરપાલિકા ભરતી 2023

કડી નગરપાલિકા ભરતી 2023-24 : તાજેતરમાં નવી ભરતી ની જાહેરાત કરવામાં આવી છે આ ભરતી કડી નગરપાલિકા દ્વારા બહાર પાડવામાં આવી છે. આ ભરતી માટે ઉમેદવારો પાસે તાલીમ અર્થે અરજી મંગાવવામાં આવી છે આજે આપણે આ ભરતી વિશેની તમામ માહિતી મેળવીશું જેવી કે ઉંમરની મર્યાદા અરજી કરવાની રીત, અરજી માધ્યમ, અરજી કરવાની છેલ્લી તારીખ વગેરે તો મિત્રો તમે પણ નોકરી ની શોધમાં હોય તો આ લેખને સંપૂર્ણ વાંચજો અને તમારા મિત્રો સાથે પણ શેર કરજો આવી જવું નવી માહિતીઓ માટે અમારા whatsapp ગ્રુપમાં જોઈન્ટ કરવાનું ભૂલતા નહીં. 

મિત્રો આ ભરતી ની જાહેરાત તારીખ 28. 12. 2023 ના રોજ કરવામાં આવી હતી સત્તાવાર વિભાગ દ્વારા 28 તારીખે સવારે 10:00 વાગે આ જાહેરાત બહાર પાડવામાં આવી હતી આ ભરતી માટેની અરજી કરવાની છેલ્લી તારીખ 18 જાન્યુઆરી 2024 નક્કી કરવામાં આવી છે અરજી કરનાર ઉમેદવાર આ બધી માટે યોગ્ય જણાય છે અને ઉમેદવારે ખાસ નોંધ લેવી. 

કુલ પોસ્ટ :

આ ભરતી માટે ઉમેદવારો પાસે સેનેટરી ઇન્સ્પેક્ટર, સિવિલ એન્જિનિયર, ઇલેક્ટ્રિકલ એન્જિનિયર, કોમ્પ્યુટર ઓપરેટર, ડ્રાઇવર કમ મિકેનિક અને મિકેનિકલ એન્જિનિયર માટેની પોસ્ટ માટે અરજીઓ મંગાવવામાં આવી છે પોસ્ટ પ્રમાણે જોઈએ તો સેનેટરી ઇન્સ્પેક્ટર માટે 3 , સિવિલ એન્જિનિયર માટે 2  , ઇલેક્ટ્રિકલ એન્જિનિયર માટે 1 , કોમ્પ્યુટર ઓપરેટર માટે6 , ડ્રાઇવર માટે 5 અને મિકેનિકલ એન્જિનિયર માટે 1 જગ્યા ખાલી પડેલ છે વધુ માહિતી માટે નીચે આપેલ જાહેરાતમાં વાંચવા વિનંતી છે. 

વય મર્યાદા :

આ ભરતી માટે ઉમેદવારો માટે સત્તાવાર વિભાગ દ્વારા ઉંમરની અમુક મર્યાદા નક્કી કરવામાં આવી છે ઉપરના તમામ પોસ્ટ માટે આ ઉંમરની મર્યાદા લાગુ પડે છે જે ઓછામાં ઓછી 18 વર્ષને વધુમાં વધુ 35 વર્ષ નક્કી કરવામાં આવી છે આ બહારના ઉમેદવારો આ ભરતી માટે યોગ્ય ગણાશે નહીં અરજી કરતા પહેલા આ વાતની ઉમેદવારી ખાસ નોંધ લેવી જોઈએ. જો કોઈ પણ ઉમેદવાર આ ઉંમર બહારનો છે અને અરજી કરે છે તે તેની અરજી રદ(કેન્સલ) ગણવામાં આવશે. 

શૈક્ષણિક લાયકાત :

 આ ભરતી માટે નીચે પ્રમાણેની ઉમેદવાર પાસે લાયકાત હોવી ખૂબ જરૂરી છે

Trade Name Qualification
Sanitary Inspector Government-recognized sanitary inspector’s course
Civil Engineer Diploma Civil Engineering
Electrical Engineer Diploma Electrical Engineering
Computer Operator cum Clerk Graduate, computer literate
Driver cum mechanic 10th pass and having a driver’s license of a tractor and light motor vehicle
Mechanical Engineer Diploma Mechanical

 

મહત્વના સૂચનો અને ધ્યાનમાં રાખવા જેવી બાબતો

 

  • એપ્રેન્ટિસને 11 મહિનાનો સમયગાળો પૂરો થવા પર આપમેળે છૂટા કરવામાં આવશે.
  • ઉમેદવારે અગાઉ એપ્રેન્ટીસશીપ કરેલ ન હોવી જોઈએ અથવા હાલની એપ્રેન્ટીસશીપની ચાલુ ન હોવો જોઈએ.
  • પસંદગી અંગેનો નિર્ણય પાલિકાનો રહેશે.
  • અધૂરા પ્રમાણપત્રો સાથેની અરજી રદબાતલ ગણવામાં આવશે.
  • સમય મર્યાદા પછી મળેલી અરજીઓ ધ્યાનમાં લેવામાં આવશે નહીં.
  • જો તે પોસ્ટ માટે પૂરતા ઉમેદવારો ન હોય તો, નગરપાલિકા પાસે જગ્યાઓની સંખ્યામાં ફેરફાર કરવાનો અને અન્ય જગ્યાઓ માટે ઉમેદવારોની ભરતી કરવાનો અધિકાર હશે.
  • ભરતી મેરિટ અથવા રૂબરૂ ઇન્ટરવ્યુ અને જો જરૂરી જણાય તો પ્રેક્ટિકલ ટેસ્ટના આધારે કરવામાં આવશે. તે વિશે નિર્ણય પાલિકાનો રહેશે.
  • અસલ પ્રમાણપત્રો સાથે લાવવાના રહેશે. અરજી સાથે ઝેરોક્ષ પ્રમાણપત્રો જમા કરાવવાના રહેશે.

અરજી કઈ રીતે કરવી ?

આ ભરતી માટે અરજી કરવા માટે સત્તાવાર વિભાગ દ્વારા ઓફલાઈન મોડ નો ઉપયોગ કરવામાં આવેલ છે માટે ઉમેદવારે આ ભરતીમાં ઇન્ટરવ્યૂ આપવાનું રહેશે. ઉમેદવારે જાહેર ડોક્યુમેન્ટ સાથે તારીખ 18 જાન્યુઆરી 2024 ના રોજ કડી નગરપાલિકા ના કાર્યાલય રૂબરૂ ઇન્ટરવ્યૂ આપવાનું રહેશે જેને ઉમેદવારે ખાસ નોંધ લેવી. ઇન્ટરવ્યૂ સવારે 10:00 કલાકે શરૂ થઈ શકે છે માટે અરજી કરનાર ઉમેદવારે 10:00 વાગે નગરપાલિકાના કાર્યાલય પહોંચી જવા વિનંતી છે.

મહત્વની કડીઓ :

સત્તાવાર જાહેરાત

 

WhatsApp ગ્રૂપમાં જોડાવો!