Guj Now

IOCL Recruitment 2023 : ઇન્ડિયન ઓઇલ માં આવી 1700 પોસ્ટ ઉપર ભરતી , રિફાઇનરી વિભાગ દ્વારા નોટિફિકેશન જાહેર

 | 
IOCL Refinery Division Recruitment 2023

ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ (IOCL) એ ભારતી રિફાઈનરી વિભાગમાં 1700 થી વધુ એપ્રેન્ટિસની જગ્યાઓ માટે નોટિફિકેશનબહાર પાડ્યું છે. IOCL એપ્રેન્ટિસશિપ ભરતી 2023 માટેની સૂચના રોજગાર અખબારમાં 21 થી 27 ઓક્ટોબર દરમિયાન પ્રકાશિત કરવામાં આવી છે. જેના માટે રસ ધરાવતા ઉમેદવારો 21મી ઓક્ટોબરથી IOCLની અધિકૃત વેબસાઈટ પરથી ઓનલાઈન અરજી કરી શકે છે. વધુ માહિતી માટે આ લેખને સંપૂર્ણપણે વાંચવા વિનંતી

IOCL રિફાઇનરી સ્થાન: IOCL એ ગુવાહાટી, બરૌની, હલ્દિયા, મથુરા, પાણીપત, દિગબોઇ બાનીગાંવ અને પારાદીપમાં સ્થિત તેના વિવિધ રિફાઇનરી વિભાગો માટે 1700 થી વધુ એપ્રેન્ટિસશિપ પોસ્ટ્સની ભરતી માટે જાહેરાત બહાર પાડી છે .

ભરતી બોર્ડ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન
પોસ્ટ નામ એપ્રેન્ટીસ
ટોટલ જગ્યા 1720
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 20 નવેમ્બર 2023
ઓફિસિયલ વેબસાઈટ iocl.com


મહત્વની તારીખ

 એપ્રેન્ટિસશિપ ભરતી માટે ઓનલાઈન અરજીઓ 21મી ઓક્ટોબરથી શરૂ થશે.આ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 20મી નવેમ્બર 2023 નક્કી કરવામાં આવી છે. એપ્રેન્ટિસ ભરતીની લેખિત પરીક્ષા માટે એડમિટ કાર્ડ 27મી નવેમ્બરથી જારી કરવામાં આવશે અને લેખિત પરીક્ષા 3જી ડિસેમ્બર 2023ના રોજ લેવામાં આવશે. લેખિત પરીક્ષાનું પરિણામ 13મી ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે અને દસ્તાવેજોની ચકાસણી 18મીથી 26મી ડિસેમ્બર 2023 દરમિયાન કરવામાં આવશે.

લાયકાત

આ ભરતી માટે , 10પાસ ,12મું વર્ગ પાસ, ITI, BA, B.Com, B.Sc, ડિપ્લોમા વગેરે જેવી કોઈપણ લાયકાત ધરાવતા ઉમેદવારો આ ભરતી માટે અરજી કરી શકે છે. વધુ માહિતી માટે સત્તાવાર વેબસાઈટ અને સત્તાવાર નોટિફિકેશન વાંચવા વિનંતી . 

વય મર્યાદા

ઉંમર 18 થી 24 વર્ષની વચ્ચે હોવી જોઈએ. વય મર્યાદા 31 ઓક્ટોબર 2023 થી ગણવામાં આવશે . 

કેવી રીતે અરજી કરવી ? 

IOCL માં રિફાઈનરી વિભાગ હેઠળ એપ્રેન્ટિસશિપ ભરતી માટેની ઓનલાઈન અરજીઓ IOCLની સત્તાવાર વેબસાઈટ પરથી 21મી ઑક્ટોબરથી શરૂ થશે. જેના માટે ઉમેદવારો પોતાની નોંધણી કરાવી શકે છે અને ઓનલાઈન અરજી ભરી શકે છે. આ ભરતી માટે કોઈ અરજી ફી લેવામાં આવશે નહીં. તમામ કેટેગરીના ઉમેદવારો IOCL રિફાઇનરી ડિવિઝન એપ્રેન્ટિસ ભરતી માટે મફતમાં ઓનલાઇન અરજી કરી શકે છે.

નોંધ: મિત્રો, અરજી કરતા પહેલા ભરતીની તમામ માહિતી સંસ્થાની સત્તાવાર વેબસાઈટ પર જઈ જાણી લેવા વિનંતી. અમારો એકમાત્ર ઉદેશ્ય આપ સુધી માહિતી પહોંચાડવાનો છે. આ ભરતીની માહિતીમાં કોઈ ફેરફાર પણ હોઈ શકે છે.

IOCL એપ્રેન્ટિસ ભરતીની સૂચના અહીંથી ડાઉનલોડ કરો 

WhatsApp ગ્રૂપમાં જોડાવો!