Guj Now

Gujarat Home Guard Recruitment 2023, 10 પાસ માટે નોકરી ની ઉતમ તક, જાણી લો તમામ માહિતી

 | 
Gujarat Home Guard Recruitment

Gujarat Home Guard Recruitment 2023 : તાજેતરમાં નવી ભરતી ની જાહેરાત કરવામાં આવી છે આ ભરતી ગુજરાત પોલીસ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવી છે આ ભરતીમાં હોમગાર્ડ માટે નામ જવા માટેની અરજી મંગાવવામાં આવી છે આજે આપણે આ આ લેખમાં ભરતી વિશેની તમામ માહિતી મેળવીશું જેવી કે શું છે લાયકાત, કેટલી છે ઉંમરની મર્યાદા કઈ રીતે અરજી કરવી તો મિત્રો આવી જ માહિતી માટે અમારા whatsapp ગ્રુપમાં જોઈન્ટ કરવાનું ભૂલતા નહીં અને આ લેખને સંપૂર્ણ વાંચવા અમારી નમ્ર વિનંતી છે. 

સંસ્થાનું નામ ભરતી બોર્ડ જીલ્લા પોલીસ
નોકરીનું સ્થળ ગુજરાત
અરજી કરવાનું માધ્યમ ઓફલાઈન
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ 27 ઓક્ટોબર 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 10 નવેમ્બર 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક http://homeguards.gujarat.gov.in/

પોસ્ટનું નામ અને જગ્યાઓ  :

મિત્રો આ ભરતી ગાંધીનગર, ચિલોડા, ડભોડા, મોટી આદરજ, ઉવારસદ, ઉનાવા, દહેગામ, રખિયાલ, કલોલ, માણસા પોલીસ સ્ટેશન માટે હોમગાર્ડ જવાન ની જગ્યાઓ માટે અરજી મંગાવવામાં આવી છે આ ભરતીમાં કોઈ 114 જેટલી જગ્યાઓ માટે અરજીઓ મંગાવવામાં આવી છે માટે તમે નીચે આપેલ જાહેરાત વાંચી શકો છો. 

વય મર્યાદા : 

આ ભરતીમાં સત્તાવાર વિભાગ દ્વારા ઉમેરવાની ઓછામાં ઓછી ઉંમર 18 વર્ષને વધુમાં વધુ ઉંમર 50  નક્કી કરવામાં આવી છે આ બહારના ઉમેદવારો આ ભરતી માટે યોગ્ય ગણાશે નહીં લાયક ઉમેદવારોએ ઉંમરને ખાસ ધ્યાનમાં લેવી જોઈએ કારણકે દરેક જગ્યાએ ઉમર મેટર કરતી હોય છે. 

લાયકાત:

ગૃહ રક્ષક દળ ભરતી

ગૃહરક્ષક દળમાં સમાજના વિવિધ વર્ગના નાગરિકો ભરતી થઈ કાયદો અને વ્યવસ્થાની કામગીરીમાં પોલીસ દળને મદદરૂપ થાય છે તેમ જ કુદરતી અને માનવસર્જિત આપત્તિઓમાં વહીવટી તંત્રને મદદરૂપ થાય છે.

ગૃહરક્ષક દળમાં સેવા  આપવા ઇચ્છા  ધરાવતા સમાજના તમામ વર્ગના કોઈપણ નાગરિક જોડાઈ શકે છે. આ અંગે નીચે દશાવેલી કાર્યપદ્ધતિથી અને લાયકાત ધરાવનારને હોમગાર્ડઝ સભ્ય તરીકે દાખલ કરવામાં આવે છે.

દળમાં ભરતી થવા ઇચ્છિત વ્યક્તિ

 • ભારતનો નાગરિક હોવો જોઈએ.
 • ગુનાહિત  કૃત્યમાં સંડોવાયેલી ન હોવો  જોઈએ.
 • તેની ઉંમર ૧૮ વર્ષની હોય અને ૫૦ વર્ષની થઈ ન હોય.
 • કોઈપણ ભાષામાં તેણે ધોરણ-૧૦ ની પરીક્ષા પાસ કરી હોય.
 • કમાન્ડન્ટ જનરલશ્રીના આદેશો અનુસાર તેની તબીબી તપાસ કરવામાં આવી હોય અને કમાન્ડન્ટના અભિપ્રાય મુજબ તે શારીરિક દ્રષ્ટીએ યોગ્ય હોય.
 • હોમગાર્ડઝના સભ્ય તરીકે નીમવા ઇચ્છિત વ્‍યક્તિએ નમૂનો "ક" માં અરજી કરવી જોઈએ.
 • જે વિસ્તારમાં ભરતી થવા  ઇચ્છીત વ્યક્તિએ ૨૧ રીક્રુટ પરેડમાં તાલીમ સ્વખર્ચે તથા  પોતાના જોખમે પરીક્ષામાં ઉત્તીર્ણ થવાનું રહેશે.
 • હોમગાર્ડઝના સભ્ય તરીકે પોતાની નિમણૂક થતાં પહેલા દરેક વ્યક્તિએ કમાન્ડન્ટ અથવા તેણે આ હેતુ માટે અધિકૃત કરેલા અધિકારીની સમક્ષ નમૂનો "ખ" પ્રમાણેના પ્રતિજ્ઞાપત્ર ઉપર સહી કરવી જોઈશે.
 • હોમગાર્ડઝના સભ્ય તરીકે નિમાયેલી દરેક વ્યક્તિને નમૂના "ગ" પ્રમાણેનું નિમણૂક પ્રમાણપત્ર મળશે

પસંદગી પ્રક્રિયા / શારીરિક કસોટી

હોમગર્ડઝમા ભરતી થવા માટેની પુરુષ તથા મહીલા સભ્યની શારિરીક લાયકાત

પુરુષ હોમગાર્ડઝ

 • ઉમેદવારની ઉંમર: ૧૮ થી ૫૦ વર્ષ હોવી જોઈએ.
 • ઉમેદવારની ઉંચાઇ: ૧૬૨ સેન્ટી મીટર હોવી જોઇએ.
 • છાતી : સામાન્ય ૭૯ સેન્ટી મીટર હોવી જોઈએ, ૦૫ સેન્ટી મીટર છાતી ફુલાવી    શકતા હોવા જોઇએ
 • વજન: ૪૦ કિલો.

મહીલા હોમગાર્ડઝ

 • ઉમેદવારની ઉંમર: ૧૮ થી ૫૦ વર્ષ હોવી જોઈએ
 • ઉંચાઇ : ૧૫૦ સેન્ટી મીટર
 • વજન : ૪૦ કિલો
 • છાતી :  ઓછામા ઓછી 1/1 ઇંચ ફુલાવેલી હોવી જોઇએ.

પગારધોરણ :

આ ભરતી માં પસંદ થયેલા ઉમેદવારને સારું એવી વેતન ચૂકવવામાં આવશે પસંદ થયેલું ઉમેદવારને માસિક 5000 થી લઈ 20,200 સુધીનો પગાર ચૂકવવામાં આવશે ઉમેદવારની પસંદગી ઉપર પગારનો દર નક્કી  કરવામાં આવી શકે છે. પગાર વિશે નો આખરે નિર્ણય વિભાગનો રહેશે. 

અરજી કઈ રીતે કરવી?

 • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી
 • જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
 • આ ભરતીમાં તમારે રૂબરૂ જઈ ફોર્મ ભરવાનું રહેશે.
 • અરજી કરવાનું સ્થળ ગાંધીનગર, ચિલોડા, ડભોડા, મોટી આદરજ, ઉવારસદ, ઉનાવા, દહેગામ, રખિયાલ, કલોલ, માણસા પોલીસ સ્ટેશન છે.

આ ભરતી અંગેની વધુ માહિતી માટે સત્તાવાર વેબસાઈટ પર જઈએ માહિતી મેળવી શકો છો , આલેખ તમને માહિતી મળે તે હેતુ માટે લખવામાં આવે છે . તેથી કોઈ પણ ભરતી માટે અરજી કરતા પહેલા એકવાર સત્તાવાર વેબસાઇટ અને સત્તાવાર નોટિફિકેશન વાંચવા વિનંતી .

જરૂરી લિંક:

WhatsApp ગ્રૂપમાં જોડાવો!