Guj Now

આવનારા દિવસોમાં થશે સારો વરસાદ, આ તારીખોમાં સારો વરસાદ થશે જ: અંબાલાલ પટેલ કરી આગાહી

 | 
અંબાલાલ પટેલ ની આગાહી

આ તારીખોમાં સારો વરસાદ થશે જ: અંબાલાલ પટેલ : અત્યારે મેઘરાજાએ થોડો વિરામ લીધો છે અને દરેક ક્ષેત્રમાં વરસાદનું માહોલ નહિવત જોવા મળ્યો છે પરંતુ  ખેડૂતો પણ ચિંતાતુર થઈ ગયા છે કે ત્યારે હવે આવશે વરસાદ એવામાં હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે નવી આગાહી કરી છે અને જણાવ્યું છે કે હવે આવનારો વરસાદ અમૃત સમાન હશે અને આ સમયમાં વરસાદ થશે જ આજે આપણે આલેખમાં જાણીશું કે કયી કયી  તારીખે વરસાદની આગાહી જોવા મળી છે અને કયા વિસ્તારમાં વરસાદનો માહોલ જોવા મળી શકશે તો મિત્રો આ લેખને શાંતિથી વાંચજો અને તમારા મિત્રો સાથે પણ શેર કરજો આવી જ અવનવી માહિતી માટે અમારા whatsapp ગ્રુપમાં જોઈન થવાનું ભૂલશો નહિ.

અત્યારે હાલ ખેડૂતો ખૂબ જ ચિંતામાં પોતાની વાવણી અને ખેતરનું કામ કરી રહ્યા છે કારણ કે વાતાવરણમાં સતત પલટો જોવા મળી રહે છે ખેડૂતોની ચિંતા વધી છે કે વાદળછાયા  વાતાવરણ વચ્ચે વરસાદ ક્યારે આવશે અને ક્યારે નહીં આવે હવામાન નિષ્ણાત શ્રી અંબાલાલ પટેલે આગળની સ્થિતિ સ્પષ્ટ કરી આગાહી કરી છે કે વરસાદ ગયો નથી. વરસાદ હજી પણ આવશે અંબાલાલ પટેલે આગાહી વ્યક્ત કરી છે કે ઓગસ્ટના અંત અને સપ્ટેમ્બરની શરૂઆત વરસાદને લઈને સારી રહેવાની સંભાવના છે

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે , પૂર્વ ભારતમાં વરસાદનું જોર હોય તો તેનાથી ઉલટી સ્થિતિ સિંઘ જોવા મળે છે . પરંતુ 20 તારીખ પછી ટબ નીચે આવવાની શક્યતા રહેશે. 16 ઓગસ્ટે અગસ્ત્યનો ઉદય થાય છે. તે ચોમાસા માટે સીમાચિન્હ હોય છે. આ દરમિયાન હવામાનમાં પલટો જોવા મળી સકે છે . સાથે જ વિવિધ ભાગોમાં વરસાદ થશે, પરંતુ આ દરમિયાન ભારે વરસાદ નહિ જોવા મળે.

16મી ઓગસ્ટ બાદ મઘા નક્ષત્ર છે. 17, 18, 19 ઓગસ્ટમાં આ નક્ષત્રમાં થતો વરસાદ ખેડૂતો માટે સારો હોય છે. મઘાનું પાણી અમૃતપાણી ગણાય છે. જો મઘાનું પાણી સીધું એકત્રિત કરાય તો ટાંકામાં લાંબા સમય સુધી સચવાઇ રહે છે. મઘા નક્ષત્રમાં વરસાદની શક્યતા રહેશે.

ગુજરાતમાં તારીખ 18 થી 23 દરમિયાન મોટાભાગના વિસ્તારમાં વરસાદ થવાની શક્યતાઓ જોવા મળી રહી છે ઓગસ્ટના અંતમાં વરસાદની સારો એવો માહોલ જોવા મળશે આ ઉપરાંત તારીખ 22 થી 24 દરમિયાન ગુજરાતના મોટા ભાગોમાં સારો એવો વરસાદ જોવા મળશે સાથે સાથે મહારાષ્ટ્રના અમુક ભાગોમાં પણ વરસાદ જોવા મળી શકે છે તારીખ 27 થી 31 ઓગસ્ટ દરમિયાન સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ જોવા મળી રહે છે મેઘા નક્ષત્ર દક્ષિણ ગુજરાતના ભાગો સૌરાષ્ટ્રના ભાગો અને ઉત્તર અને મધ્ય ગુજરાતના ભાગો સાથે સાથે કચ્છના ભાગોમાં વરસાદ લાવશે તેવી આશા જોવા મળી રહી છે .

WhatsApp ગ્રૂપમાં જોડાવો!