Guj Now

ગેસ સિલિન્ડરમાં સરકારે કર્યો ઘટાડો ,અમદાવાદમાં રાંધણ ગેસનો બાટલો હવે આટલામાં મળશે, જાણી લો તમામ માહિતી

 | 
ગેસ સિલિન્ડરમાં સરકારે ઘટાડ્યા 200 રુપિયા

ગેસ સિલિન્ડરમાં સરકારે ઘટાડ્યા 200 રુપિયા : મિત્રો અત્યારે મિડલ ક્લાસ માટે ખૂબ જ મોટું ટેન્શન એટલે રાંદણ ગેસનું બાટલો મિત્રો દરેક ફેમિલીને રાંધણ ગેસની જરૂર પડતી હોય છે અને આ બાટલાને વધતી કિંમતોને લઈ દરેક ફેમિલી પોતાની બચતમાં કરતી હોય છે પણ મિડલ ક્લાસ માટે ખુશખબર મોદી સરકારે આપી છે ગેસના બાટલામાં સરકાર દ્વારા લગભગ 200 રૂપિયા જેટલી કિંમતનો ઘટાડો કરવામાં આવે છે આજે આપણે આ વિશેની તમામ માહિતી મેળવીશું .

2024ની લોકસભા ચૂંટણી પહેલા કેન્દ્ર સરકારે એક મોટો દાવ ખેલ્યો છે. બળબળતા બાટલાના ભાવમાંથી લોકોને રાહત આપવાની દિશામાં સરકારે પહેલું મોટું પગલું ભર્યું છે. રક્ષાબંધનના એક દિવસ પહેલા મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં સરકારે એલપીજી સિલિન્ડર (એલપીજી)ની કિંમતમાં 200 રૂપિયાનો ઘટાડો કર્યો છે. આ રાહત ઘરેલુ એલપીજી સિલિન્ડરવાળા તમામ લાભાર્થીઓને મળશે.

ઉજ્જવલા લાભાર્થીઓને 400 રુપિયાની સબસિડી 

 સરકારના નિર્ણય બાદ હવે ઉજ્વલા યોજના હેઠળ લાભાર્થીઓની કુલ 400 રૂપિયાની સબસીડી મળી શકે છે પહેલેથી જ 200 રૂપિયા ની સબસીડી તો મળતી જ હતી 2009 ફરી વધારો થયો છે માટે કુલ 400 રૂપિયા સબસીડી મળવા પાત્ર થશે ઉજ્વલા યોજના ધારકને કેસનો રાંધણ ગેસનો બાટલો લગભગ 600 કે 700 રૂપિયામાં પહેલાની જેમ પડશે આ નિર્ણયથી લગભગ ઉજ્વલા યોજના હેઠળ 10 કરોડ લાભાર્થીઓને લાભ મળશે.

 

સાથે સાથે સરકાર દ્વારા  ઉજ્જવલા યોજના હેઠળ 75 લાખ પરિવારોને નવા એલપીજી કનેક્શન આપવાનો પણ નિર્ણય લીધો છે જેનાથી પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના કુલ લાભાર્થીઓની સંખ્યા 10.35 કરોડ થઈ જશે. અને પરિવારોને ગેસ કનેક્શનનો લાભ આપવામાં આવશે.

અત્યાર સુધી  રાંધણ ગેસના બાટલાનો ભાવ 1110 રુપિયા હતો પરંતુ હવે મોદી સરકારના નિર્ણય બાદ બાટલાનો ભાવ 900 રુપિયા થયો છે. લોકોને બાટલામાં 200 રુપિયાની રાહત મળશે. વધતી જતી મોંઘવારીમાં આ નિર્ણયથી લોકોમાં ઘણું ફાયદાકારક સાબિત થશે.
 

WhatsApp ગ્રૂપમાં જોડાવો!