Guj Now

Gujarat Weather Updates :ગુજરાતમાં મેઘરાજા હમણાં નહિ કરે તાંડવ,સર્ક્યુલેશન છતાં ભારે વરસાદની આગાહી નથી ?

 | 
Gujarat Weather Updates

Gujarat Weather Updates : ગુજરાતમાં અંગે મોટી મોટી આગાહી જોવા મળી રહે છે પરંતુ હમણાં વરસાદની કોઈ ચેતવણી આપવામાં આવતી નથી અમદાવાદમાં હવામાન કેન્દ્રના ડિરેક્ટર ડોક્ટર મનોરામાં મોહનથી દ્વારા માહિતી આપવામાં આવી છે કે રાજ્યમાં મોટાભાગે હળવો વરસાદ રહેવાની શક્યતાઓ જોવા મળી રહી છે શુક્રવારે કરવામાં આવેલી પાંચ દિવસની આગાહીમાં માત્ર એક જ દિવસ માછીવારોને દરિયો ના ખેડવાની ચેતવણી આપવામાં આવી છે આજે આપણે આ લેખમાં જાણીશું કે કઈ કઈ જગ્યાએ વરસાદની સંભાવનાઓ જોવા મળી રહી છે.

ગુજરાતમાં હવામાન ખાતા દ્વારા માહિતી અનુસાર આગામી દિવસોમાં વરસાદનું જોર ઘટે તેવી શક્યતાઓ જોવા મળી છે આગામી દિવસોમાં વરસાદ સામાન્ય સ્થિતિમાં જોવા મળશે તેવી આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ અનુસાર રાજ્યમાં મોટાભાગે હળવો અને કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ રહેશે તેવી આગાહી કરવામાં આવી છે આ વરસાદને કારણે ખેડૂતને ખેતીકામ માટે અને નવી વાવણી માટે અવસર મળી રહેશે અને પોતાના પોતાના પાક માટે સારું એવું વાતાવરણ મળી રહેશે. પરંતુ ખેડૂતોને પાકને પાણી પાવવું કે નહીં તે વિશે ગંભીર સમસ્યા ઉદભવી શકે છે.

અમદાવાદ હવામાન વિભાગના ડિરેક્ટર શ્રી મનોરમાં જીએ જણાવ્યું છે કે આગામી દિવસોમાં ગુજરાતમાં વાતાવરણ સામાન્ય જોવા મળશે વરસાદ પણ સામાન્ય કે કોઈ વિસ્તારમાં હળવી સ્થિતિમાં જોવા મળશે તેવી આગાહી કરવામાં આવી છે. આ અગાઉ ગુજરાતમાં પાંચ દિવસની ભારે વરસાદની આગાહી આપવામાં આવી હતી પણ દરિયા કિનારાના વિસ્તારોમાં માછીમારોને એક જ દિવસ દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી હતી એટલે કે વરસાદની સ્થિતિ સામાન્ય જેવી જ રહેશે એવું કહી શકાય.

ડૉ. મોહંતીએ શુક્રવારે જણાવ્યું હતું કે, આગામી પાંચ દિવસ (15 ઓગસ્ટ સુધી) હળવો વરસાદ રહેવાની સંભાવના વ્યક્ત કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, આ સાથે એકાદ જગ્યા પર સામાન્ય વરસાદ પણ વરસી શકે છે. હાલ રાજ્યના દક્ષિણ ભાગમાં અપર લેવલ પર સર્ક્યુલેશન છે જેની અસર જોવા મળી રહી છે. જેનું લેવલ 500 મીલીબાર છે. આ કારણે ગુજરાતમાં વરસાદ રહી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે.

સૌરાષ્ટ્રના વિસ્તારો માટે હવામાન વિભાગના ડિરેક્ટરે જણાવ્યું છે કે સૌરાષ્ટ્રમાં એકાદ બે જગ્યા ઉપર વરસાદ થવાની શક્યતાઓ જોવા મળી રહી છે પાંચ દિવસની આગાહીમાં માછીમારોને માત્ર 13 તારીખ પૂરતા દરિયામાં ન જાય તેવી સૂચના આપવામાં આવી છે જેમાં ઉત્તર ગુજરાતના દરિયા કાઠાના વિસ્તારો પણ સમાવેશ થાય છે.

ગાંધીનગર જિલ્લા માટે પણ આગાહી કરવામાં આવી છે કે જિલ્લામાં હળવા વરસાદનું વાતાવરણજોવા મળશે. વાતાવરણ વાદળછાયુ રહી શકે છે એના કારણે હળવો હળવો વરસાદ થઈ શકે છે

રાજ્યમાં ભેજના કારણે હાલ બફારો અનુભવાઈ રહ્યો છે. જોકે, બીજી તરફ વાદળછાયું વાતવરણ રહેવાથી તાપમાનમાં પણ ઘટાડો થયો છે. રાજ્યમાં શુક્રવારે સૌથી ઊંચું તાપમાન ભાવનગરમાં 34 ડિગ્રી નોંધાયું હતું, જ્યારે વલ્લભ વિદ્યાનગરમાં 33 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. આ સિવાય અમદાવાદ સહિતના વડોદરા, રાજકોટ, કંડલા (એરપોર્ટ) અને વલસાડમાં 32 ડિગ્રી તાપમાન નોંધાયું છે

WhatsApp ગ્રૂપમાં જોડાવો!