Guj Now

અંબાલાલ પટેલ ની આગાહી: આવતા 3 દિવસમાં પડે સે વરસાદ ?, આ જિલ્લાઓમા છે વરસાદની આગાહિ

 | 
અંબાલાલ પટેલ ની આગાહી

અંબાલાલ પટેલ ની આગાહી : છેલ્લા કેટલાક દિવસોથી હવામાન એકદમ ક્લીન થઈ ગયું છે વરસાદના દૂર દૂર સુધી કોઈ એંધાણ જોવા મળી રહ્યા નથી વાતાવરણ વાદળછાયું રહે છે પણ વરસાદ આવતો નથી એવામાં હવામાન શાસ્ત્રી શ્રી અંબાલાલ પટેલ દ્વારા નવી આગાહી કરવામાં આવી છે આવતા ત્રણ દિવસોમાં પડી શકે છે વરસાદ કયા કયા જિલ્લામાં વરસાદ પડશે તે ની માહિતી આ લેખમાં મેળવીશું

વરસાદ ના આવવાના કારણે ગુજરાતના ખેડૂતોને નુકસાન થઈ શકે છે કારણ કે ખેડૂતને વધુ વરસાદ આવશે તો પણ પાકને નુકસાન થવાની શક્યતાઓ રહેલી છે અને ઓછા વરસાદથી પણ પાકને નુકસાન થઈ શકે છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ આગાહી કરે છે કે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના રહેવાસીઓએ વરસાદની બીજી લહેર માટે તૈયારી કરવી જોઈએ, જે 27મી અને 31મી ઓગસ્ટની વચ્ચે થવાની ધારણા છે.

રાજ્યના વિવિધ વિસ્તારોમાં પણ વરસાદ નહિવત જેવો જોવા મળે છે. સ્થાનિક હવામાન વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર, સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી અને ગીર સોમનાથ જેવા અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે છૂટાછવાયા વરસાદની શક્યતા છે. આ ઉપરાંત, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ સહિત દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓ અને દમણ અને દાદરાનગર હવેલીના પ્રદેશોમાં પણ આજે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.

ગાંધીનગર અને અમદાવાદ બંનેમાં હળવો વરસાદ પડે તેવી શક્યતા છે.સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દાદરા નગર હવેલી અને દમણ દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વચ્ચે-વચ્ચે પવન ફૂંકાઈ શકે છે.

WhatsApp ગ્રૂપમાં જોડાવો!